રાજકોટમાં BMWની અડફેટે બાઈક સવારનું મોત, નશાની હાલતમાં હતો કાર ચાલક

કાર ચાલક કેફી પદાર્થ પીને ગાડી હંકારતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું 

રાજકોટમાં મંગળવારે મોડી રાત્રે 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસે BMW કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. થોરાળા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે રાત્રે થોરાળા વિસ્તારના રહેવાસી 45 વર્ષીય જયંતીભાઈ રાઠોડ પોતાની નોકરી પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ કોર્પોરેશનમાં ઢોર પકડવાનું કામ કરતા હતા. તેઓ પોતાની બાઈક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાજકોટના અમૂલ સર્કલ પાસે પૂરપાટ દોડતી આવેલી એક BMW કારે બાઈકને ટક્કર મારી હતી. GJ-12-AX-7785 નંબરની BMW કારે જયંતીભાઈની બાઈકને અડફેટે લીધી હતી. અમૂલ સર્કલના 80 ફૂટ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં BMW કારે જયંતીભાઈને ધસડ્યા હતા. જ્યાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ અકસ્માતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. થોરાળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ કરતા BMW કાર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા નામનો યુવક ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

કાર ચાલક આરોપી

લક્કીરાજ કેફી પદાર્થ પીને ગાડી હંકારતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ત્યારે હાલ પોલીસે લક્કીરાજની અટકાયત કરી છે. અકસ્માતમાં બીએમડબલ્યુ કારના આગળના ભાગનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. 

 121 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર