દારુ વેંચવાનીના પાડતા ગર્ભવતી મહિલા પર બુટલેગરનો હુમલો

“હું ગર્ભવતી હોવા છતાં પાઇપ મારી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો….”

રાજકોટના માધાપર ધાર ખાતે બુટલેગરે એક પરિવાર પર હુમલો કરી દેતાં ચકચાર મચી ગઈ હતી. દારૂ વેચવાનું બંધ કરવાનું કહેતા બુટલેગરે પરિવાર પર હુમલો કર્યો હતો. આ બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ શહેરના માધાપર વિસ્તારમાં દારૂના નશામાં છાકટા બનેલા 7 અસામાજિક તત્વો દ્વારા ગર્ભવતી મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેના પર પથ્થર અને પાઇપથી ઘાતકી હુમલો કરીને ગળું દબાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો તે.

આ અંગે આક્ષેપ કરનાર મહિલા પ્રિયાંશીબા જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે અમારા ઘર સામે 7 લોકો અભદ્ર ભાષામાં વાતચીત કરતા હતા. જેને લઈને મારા નણંદ ત્યાં ગયા હતા, અને ગાળો બોલવા માટે ના પાડી હતી. જેને લઈને ઉશ્કેરાયેલા આ શખ્સો તેઓને પણ માર મારવા લાગ્યા હતા. જેમાં પથ્થર અને પાઇપથી માર મારતા અમે પણ દોડી ગયા હતા. તેમ છતાં આ લોકો નાસી જવાને બદલે ચાકુ બતાવી ડરાવવા લાગ્યા અને.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એટલું જ નહીં હું ગર્ભવતી હોવા છતાં મને પણ એક પાઇપ મારી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. લાલો નામનાં શખ્સ સહિત સાતેક લોકો દ્વારા પથ્થરોનાં ઘા કરી મહિલાઓ સહિત બાળકોને પણ માર મારવામાં આવ્યો હતો આરોપીઓ લાંબા સમયથી દારૂ પીને આ વિસ્તારના લોકોને પરેશાન કરે છે.

માધાપર ધાર ખાતે બુટલેગરો પોતાનો અડ્ડો જમાવી રહ્યાં છે. ત્યારે બુટલેગરોના વિરોધમાં મહિલાઓ એકઠી થઇ કડક કાર્યવાહીની માગ કરી છે. ત્યારે બેફામ બની રહેલા બુટલેગરોને લઇ સવાલો ઉઠી રહ્યાં છે કે શું બુટલેગરોને પોલીસનો કોઇ ડર જ નથી?

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી