પ્રેમિકાના આંસુ ભલે કામ ન કરે પણ ટિકૈતના આંસુએ રંગ રાખ્યો…

ગાઝિપુર બોર્ડર ખાલી કરાવવાની સરકારની બાજી ઉંધી પડી ગઇ

પ્રેમિકાના આંસુ પ્રેમીને હચમચાવે કે નહીં પરંતુ કિસાન આંદોલનના મુખ્ય નેતા રાકેશ ટિકૈતના આંસુએ સમગ્ર આંદોલનમાં એક નવો જોમ અને જુસ્સો એવો ઠાલવ્યો કે ગાઝિપુર બોર્ડર ખાલી કરવાવવા ઉતારવામાં આવેલા પોલીસના ધાડે ધાડા ત્યારબાદ વહેલા સવારે પાછા ખેચી લેવાની સરકારને ફરજ પડી હતી.

26 જાન્યુઆરીની હિંસાની ઘટના બાદ સરકારને દિલ્હીની બહાર છેલ્લા બે મહિનાથી ધરણા પર બેઠેલા કિસાનોને ત્યાંથી દુર કરવામાં ભાવતુતું ને વૈદે કહ્યું જે તક મળી હતી. યુપી સરકારે ગાઝિપુર બોર્ડર પર ધામ નાખીને બેઠેલા રાકેશ ટિકૈત અને તેમના ઠેકેદારોને ત્યાંથી હટાવવા સમી સાંજથી પોલીસના ધડેધાડા ઉતારવાની શરૂઆત કરી હતી.

મીડિયા સહિત સૌ કોઇને એમ લાગતું હતું ક પોલીસ અડધી રાતે ઓપરેશન પાર પાડશે. પરંતુ તે દરમિયાન ભાજપના એક ધારસભ્યએ કિસાનોને મારવાની આપેલી ધમકી ટિકૈત માટે આર્શિવાદરૂપ સાબિત થઇ અને મીડિયા સમક્ષ ટિકૈતે રડતા રડતા એમ કહ્યું કે ભાજપના ધારાસભ્ય અમારા ખેડૂતોને મારવા આવ્યા છે, પોલીસ દ્વારા હુમલો કરાવવાની સાજિશ છે અને જો પોલીસ બળનો ઉપયોગ કરશે તો તેઓ ધરણાના સ્થળે જ આપઘાત કરી લેશે. લાઇવ ટીવી મીડિયા પર તેમની આંખોામાંથી ટપકેલા આસુંઓએ ટિકૈતને ટકાવવામાં કામ કર્યું અને જોત જોતામાં ગામેગામથી ખેડૂતો મોટી સંખ્યામાં ગાઝિપુર પહોંચવા લાગતા સમગ્ર બાજી પલટાઇ ગઇ હતી અને પોલીસને પરત બોલાવી લેવાની ફરજ પડી હતી.

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર