કડીના કલ્યાણપુરા નજીક દારૂ ભરીને જતી કાર કેનાલમાં ખાબકી

કારમાંથી 89 હજારનો વિદેશી દારૂ મળ્યો, બેનાં મોત

કડી તાલુકાના કલ્યાણપુરા ગામ તરફ જતી કાર નર્મદા કેનાલમાં ખાબકતાં કારમાં સવાર 2 જણાના મોત થયાં હતાં. અકસ્માત ગ્રસ્ત કારમાંથી રૂ.89,200નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. રવિવારે રાત્રે 11 વાગે કડી તાલુકાના અગોલ નજીક આવેલા સૂર્યમફાર્મ પાસેથી પસાર થઇ રહેલી સ્વિફ્ટ કાર (જીજે 05 જેએલ 3761) પલટી ખાઇ નરસિંહપુરા બ્રાન્ચ કેનાલમાં ખાબકી હતી. જેમાં કારચાલકનું મોત થયું હતું.

આ બનાવની જાણ થતાં બાવલુ પીએસઆઇ એ.એન. દેસાઈ સ્ટાફ સાથે પહોંચી ડ્રાયવરની લાશ બહાર કાઢી પીએમ માટે કલ્યાણપુરા હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે સોમવારે સવારે કેનાલમાંથી બીજી લાશ મળી હતી.

પોલીસે કારને બહાર કાઢી તપાસ કરતાં અંદરથી રૂ.89,200નો દારૂ મળ્યો હતો. પોલીસે મૃતકોની ઓળખ કરતાં રાજસ્થાનના ઝાલોર તાલુકાનો હરણઆયનો 5 વર્ષિય બિસ્નોઈ સુનિલ મોહનલાલ અને બાડમેરના બાલાસર ગુડામાલાણીનો બિસ્નોઈ સતીશ રાજુભાઈ હોવાનું ખૂલ્યું હતું.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી