September 18, 2020
September 18, 2020

નવસારી : અંબિકા નદીના પ્રવાહમાં તણાઈ કાર, Video વાયરલ

ભારે વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ

ગુજરાતભરમાં વરસાદી માહોલ છે. આવામાં અનેક શહેરોમા વરસાદે કહેર વરસાવ્યો છે. ભારે વરસાદને પગલે લોકોને અનેક લોકો મુસીબતોનો સામનો કરી રહ્યાં છે. તો અનેક લોકો વરસાદી પાણીમાં ફસાયા છે. જેના વીડિયો પણ સામે આવ્યાં છે. ત્યારે નવસારીના અંબિકા નદીના ધમતા પ્રવાહમાં એક તણાઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નવસારીના પૂણી ગામમાં એક કાર અંબિકા નદીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. કારમાં સવાર બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ સર્જાઇ નહોતી. ગામના લોકોએ કારમાં સવાર લોકોને બચાવી લીધા હતા.

રાજ્યમાં હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, સુરેંદ્રનગરમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે.. ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 91 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 159.12 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરથી 66 ડેમો છલોછલ ભરાયા અને 105 ડેમ હાઈએલર્ટ પર છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર