shocking: સોનાક્ષી સિન્હા સામે ઉત્તરપ્રદેશમાં થયો છેતરપીંડીનો કેસ

બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા એક મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. સોનાક્ષી સિન્હા પર ઉત્તર પ્રદેશમાં છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુરુવારના રોજ મુરાદાબાદ પોલીસ સોનાક્ષી સિન્હાના મુંબઈ સ્થિત ઘરે પહોંચી હતી, જો કે સોનાક્ષી ઘરે મળી ન્હોતી. સૂત્રો મુજબ સોનાક્ષી સિન્હાને દિલ્હીના એક ઇવેન્ટમાં હાજરી આપવાની હતી. જેના માટે સોનાક્ષીએ 24 લાખ રૂપિયા બૂકિંગ તરીકે લીધા હતા. જો કે ઈવેન્ટના દિવસે સોનાક્ષીએ આવવાનો ઈન્કાર કરી દીધો હતો અને બૂકિંગ કરેલા 24 લાખ રૂપિયા પણ પરત આપ્યા ન્હોતા.

મુરાદાબાદ પોલીસ જુહુ પોલીસ સ્ટેશનની મદદથી સોનાક્ષી સિન્હાનું સ્ટેટમેન્ટ લેવા માટે પોલીસ તેના ઘરે ગઈ હતી.જ્યારે પોલીસ સોનાક્ષીના ઘરે પહોંચી ત્યારે તે ત્યાં હાજર ન્હોતી. કલાકો રાહ જોયા બાદ પોલીસ ત્યાંથી ચાલી નીકળી ગઈ હતી. શુક્રવારના રોજ પોલીસ ફરી સોનાક્ષી સિન્હાના ઘરે જવાની તૈયારી કરી રહી છે.

સોનાક્ષી સિન્હાના સ્પોક પર્સને કહ્યું હતું કે, આ તમામ આરોપ ખોટા છે. સોનાક્ષીની ઇમેજને ખરાબ કરવામાં આવી રહી છે. સોનાક્ષી સિન્હાએ હંમેશાં ઇમાનદારીથી કામ કર્યું છે. જે વ્યક્તિ તેના પર આરોપ લગાવી રહ્યો છે. તે એકદમ ખોટો છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી