LAC નજીક ઘૂસણખોરી કરતો ચીની સૈનિક ઝડપાયો

ભારતીય સીમામાં ઘુસતા ચીની સૈનિકની ધરપકડ

લદ્દાખમં વાસ્તવિક નિયંત્રણ રેખા પાર એક ચીની સૈનિક ઝડપાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચીની સૈનિક પેંગોન્ગના દક્ષિણ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ચીની સૈનિકને ઝડપી પાડ્યો છે. પીએલએનો સૈનિક એલએસીને પાર કરી ગયો છે. ભારતીય સૈનિકોએ તેને ઝડપી પાડ્યો છે. સૈનિકની સઘન પૂછપરછ થઇ રહી છે.

શુક્રવારે ચીનનો એક સૈનિક ભારતીય સીમામાં ઘુસી ગયો હતો. ઘટના સ્થળે તહેનાત ભારતીય જનાવે તેની ધરપકડ કરી લીધી હતી. ઓક્ટોબર મધ્યમાં પણ એક ચીની સૈનિકની ભારતીય સીમામાં ઘુસણખોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

સૈનિકને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે રસ્તો ભૂલી ગયો હતો અને ભૂલથી ભારતીય સીમામાં આવી પહોંચ્યો હતો. ત્યાં તે ભારતીય સેનાના જવાનોના હાથે ઝડપાઇ ગયો. 

સેનાના જણાવ્યા મુજબ, ચીનના એક સૈનિકે ભારતીય સીમમાં ઘુસણખોરીનો પ્રયત્ન કરતાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના પેંગોન્ગ ત્સો લેકના દક્ષિણ વિસ્તારની છે. પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)ના આ સૈનિકને ભારતીય વિસ્તારમાં તહેનાત સૈનિકે જોઈ લીધો હતો.
સેનાના જણાવ્યા પ્રમાણે LACની બંને બાજુ ભારત અને ચીનના સૈનિકો તહેનાત હતા. ગયા વર્ષે 15 જૂને થયેલી હિંસક ઝપાઝપી પછી બંને દેશોએ અહીં સૈન્ય વધારી દીધું છે. હવે એ તપાસ કરવામાં આવી રહી છે કે, કઈ સ્થિતિમાં આ સૈનિકે ભારતીય સીમમાં ઘૂસણખોરી કરી છે.

 43 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર