સાબરકાંઠા: વડાલી ખાતે બે જૂથ વચ્ચે અથડામણ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે બે જૂથ વચ્ચે સામસામે અથડામણ થતા મામલો બિચક્યો હતો. વડાલીના કસ્બા વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થર મારો કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર એક જ કોમના બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી તે બાદ સામસામે પથ્થર મારો પણ થયો હતો.

આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની વિગત લીધી હતી. હાલમાં સ્થિતિને કાબુમાં લેવા વડાલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને પરસ્પર સમજુતી કારવીને મામલો થાળે પાડી દેવામાં આવ્યો છે. અને કોઈ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી નથી.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી