September 23, 2021
September 23, 2021

મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે માર્ગ મોકળો

અંતે ચૂંટણીપંચ પેટાચૂંટણી કરવા તૈયાર,આ તારીખે યોજાશે

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો વિધાનસભા પહોંચવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ચૂંટણી પંચે આજે પશ્ચિમ બંગાળમાં ખાલી પડેલી ત્રણ વિધાનસભા બેઠકો અને ઓડિશાની એક બેઠક પર પેટાચૂંટણીનું કાર્યક્રમ જાહેર કર્યું છે જે અંતર્ગત 30 સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે અને મતગણતરી 3 ઓક્ટોબરના રોજ થશે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળની ભવાનીપુર, સમસેરગંજ અને જંગીપુર બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીના સમાચાર ટીએમસી માટે રાહતરૂપ સાબિત થશે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ આની માંગ કરી રહ્યા હતા. હકીકતમાં, મમતા બેનર્જીને વહેલી ચૂંટણીની ગેરહાજરીમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડી શકે છે. પેટાચૂંટણીની માંગ સાથે TMC એ 15 જુલાઈએ ચૂંટણી પંચને અરજી કરી હતી.

આ પેટા ચૂંટણી માટે આચારસંહિતા અત્યારથી જ લાગૂ કરી દેવામાં આવી છે. પેટા ચૂંટણી માટે ગજેટ અધિસુચના 6 સપ્ટેમ્બરના રોજ જાહેર થશે અને ત્યારથી જ 13 સપ્ટમ્બર સુધી નામાંકન પત્ર ભરી શકાશે. 30 સપ્ટેમ્બરે મતદાન અને 3 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

હાલમાં વિભિન્ન રાજ્યોમાં 31 વિધાનસભા સીટો અને બે લોકસભા સીટો ખાલી છે. જેના પર પેટા ચૂંટણી થવાની છે. પરંતુ કોરોના સંક્રમણના કારણે આયોગે તમામ સીટો પર પેટા ચૂંટણી કરતા પશ્ચિમ બંગાળ સરકારના વિશેષ અનુરોધ પર ભવાનીપુર અને અન્ય સીટો પર પેટા ચૂંટણી કરવાની જાહેરાત કરી છે.

 115 ,  1