કોલેજના સ્ટુડન્ટે જુગાડથી એવી કાર બનાવી માત્ર 30 રૂપિયામાં 185 km ચાલે….

કિંમત સાંભળીને ઉડી જશે તમારા હોશ….

મધ્યપ્રદેશના સાગરના એક કોલેજ સ્ટુડન્ટે પોતાની ઈલેક્ટ્રિક કાર તૈયાર કરી છે જે ખૂબ જ સસ્તી છે અને સાથે જ એક ચાર્જ પર 185 કિમી સુધી ચાલી શકે છે. આ કારને ભવિષ્યની સવારી કહી શકાય કારણ કે પેટ્રોલના ભાવ આસમાને છે. લોકો ઇલેક્ટ્રિક વાહનોમાં રસ દાખવી રહ્યા છે. ઘણી કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં સાગરના કોલેજ સ્ટુડન્ટે જુગાડથી ઈલેક્ટ્રિક કાર બનાવી છે.

મધ્ય પ્રદેશ કોલેજના એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીએ ઈલેટ્રિક કારને વિક્સિત કરી છે. સાગરના હિમાંશુ પટેલે 5 મહિનામાં એક ઈલેક્ટ્રિક કાર તૈયાર કરી છે. આ ઈલેક્ટ્રિક કાર એટલા માટે ખાસ છે. કારણ કે આ કારમાં ડ્રાઈવર સહિત 5 લોકો આરામથી બેસી શકે છે. આ કારને એક વખત ફૂલ ચાર્જ કરવામાં આવે તો 185 કિલોમીટર સુધી ચાલી શકે છે. હિમાંશુનો દાવો છે. આ કાર 50 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ સુધી જઈ શકે છે

4 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે આ કાર

મહત્વપૂર્ણની વાત તો એ છે કે, આ કારને ફૂલ ચાર્જ કરવા માટે માત્ર 30 રૂપિયાનો ખર્ચ થાય છે. કાર માત્ર 4 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે. અને રિમોટ કંટ્રોલર આધારિત સ્ટાર્ટ ફંક્શન સાથે પણ આવે છે. કારમાં રિવર્સ મોડની પણ સુવિદ્યા આપવામાં આવી છે. કારના અન્ય ફિચર્સમાં ઈલેક્ટ્રોનિક સ્પીડ મીટર, બેટરી પાવર મીટર, ફાસ્ટ ચાર્જર, ઈલેટ્રિકલ સેફ્ટીના ફ્યુઝ સીસ્ટમ અને એન્ટી થેફ્ટ એલાર્મ પણ ઉપલબ્ધ છે.

આ કાર ખૂબની ચર્ચા એટલા માટે થઆ રહી છે કે કાર વિકસિત કરવામાં ખર્ચ માત્ર 2 લાખ રૂપિયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી