અમદાવાદ RR સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં, 50 લાખની લાંચ લેતા ઝડપાયો

પોલીસ હેડ કોન્સ્ટેબલ 50 લાખની લાંચ લેતો રંગે હાથ ઝડપાયો

અમદાવાદ RR સેલના હેડ કોન્સ્ટેબલ આણંદના રેસ્ટોરન્ટમાંથી 50 લાખની લાંચ લેતા ઝડપાયો છે. વર્ષના અંતિમ દિવસે ACBએ ઝડપી સૌથી મોટી ટ્રેપમાં કોન્સ્ટેબલ ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેલ પ્રકાશસિંહ રાઓલની ACBએ ધરપકડ કરી છે. કોન્સ્ટેબલ મોટા અધિકારીઓનો વહીવટદાર હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ખંભાત ખાતર કૌભાંડ કેસમાં લાંચ લીધી હોવાનું અનુમાન છે. કૌભાંડીઓને બચાવવા મોટુ સેટિંગ થયાનું અનુમાન છે. અધિકારીઓ અને રાજકારણોની સંડોવણી ખુલી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એસીબીએ આરઆર સેલના કૉન્સ્ટેબલ પ્રકાશસિંહ રાવલની ધરપકડ કરી છે. આ કૉન્સ્ટેબલે 60 લાખની લાંચ સામે 50 લાખમાં સેટલમેન્ટ કર્યુ હતું. જોકે, ઝડપાયેલો કૉન્સ્ટેબલ પોતાના માટે કે ઉપરી અધિકારી માટે લાંચ માંગવા આવ્યો હોય તે તપાસમાં જાણવા મળશે.

વર્ષના અંતિમ દિવસે એન્ટી કરપ્શન બ્યૂરોની સૌથી મોટી રેડ સામે આવી છે. 2020ના વર્ષમાં 198 ગુના અને 307 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં પોલીસકર્મી અને સરકારી અધિકારીઓ પણ સામેલ છે.

 168 ,  1