મોડાસામાં હત્યાની ઘટના, ડી.વાય.એસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

કુડોલ ઘોટા ગામે 50 વર્ષીય પુરુષની હત્યા, ત્રણની અટકાયત

મોડાસા તાલુકાના કુડોલ ઘોટા ગામે હત્યાની ઘટના સામે આવી છે. ગામમાં આવેલી શાળમાં એક વ્યક્તિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતહેદ મળી આવ્યો હતો. તો બીજી તરફ આ ઘટનાને લઇ સમગ્ર ગામમાં અટેરાટી વ્યાપી ગઇ હતી. તાલુકા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હત્યા કોણે કરી અને શા માટે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. તો બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, હત્યા કરી લાશ કુડોલ ઘોટા પ્રાથમિક શાળામાં ફેંકી દેવામાં આવી હતી. અંગત અદાવતને લઈ આ અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે. તો આ મામલે પોલીસે શંકાસ્પદ ત્રણ લોકોની અટકાયત કરી છે.

50 વર્ષીય પુરુષની હત્યાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મોડાસા ડી.વાય.એસપી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ હત્યા કેસમાં પોલીસ દ્વારા ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 53 ,  1