ડીસામાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર આચાર્યને કોર્ટે ફટકારી પાંચ વર્ષની સજા

કુંભાસણના લક્ષ્મણ પરમારને ડીસાની એડિશનલ સેશન્સ કોર્ટે સજા ફટકારી

ડીસા કોર્ટે છાત્રાની છેડતીના કેસમાં આચાર્યને પાંચ વર્ષની કેદની સજા અને 25 હજાર દંડ ફટકાર્યો છે. ડીસા તાલુકાની એક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા લક્ષ્મણ હીરાભાઈ પરમાર (રહે.કુંભાસણ, તા.પાલનપુર) દ્વારા શાળાની 13 વર્ષની વિદ્યાર્થિની સાથે અડપલાં કરી બિભત્સ વર્તન કરવા સાથે અવાર-નવાર બહાર લઈ જવાનું કહેતો હતો.

ગત 14 ઓગસ્ટ-2017ના રોજ રિશેષમાં આચાર્યએ વિદ્યાર્થિનીને એકલી બોલાવી બળજબરી કરતાં તેણીએ વિરોધ કરતાં આચાર્યએ લાફો મારી સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. જે અંગે વિદ્યાર્થિનીએ ઘરે આવી માતા-પિતાને વાત કરતાં ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતાં ડીસા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

 જે કેસ ડીસાની બીજા એડિશનલ સેશન્સ જજ બી.જી. દવેની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ નીલમબેન વકીલ તરફથી સગીર વયની દીકરીઓ પર થતાં અત્યાચારના કેસમાં આરોપીને વધુને વધુ સજા થાય તેવી ભારપૂર્વક દલીલો કરવામાં આવી હતી.

કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી હતી અને આરોપી આચાર્ય લક્ષ્મણભાઈ હીરાભાઈ પરમારને ઈપીકો કલમ 354, 323, 294 ખ અને પોક્સો એક્ટની કલમ 10 અને 12ના ગુનામાં કસુરવાર ઠેરવી આરોપી આચાર્યને પાંચ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે રૂપિયા 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી