September 19, 2021
September 19, 2021

TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંના ઘરે પારણું બંધાયું, પુત્રને જન્મ આપ્યો

બે મહિના પહેલા પતિએ લગાવ્યો હતો ગંભીર આક્ષેપ

TMCની સાંસદ તથા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં મા બની ગઈ છે. નુસરતે આજે કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે. નુસરત તથા બાળક બંનેની તબિયત સારી છે. 25 ઓગસ્ટે કોલકાતીની ખાનગી હોસ્પિટલમાં એડમિડ થઈ હતી

નુસરત જહાંએ ડિલિવરીના ગણતરીના કલાકો પહેલા પોતાની એક તસવીર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે ‘ડર પર વિશ્વાસ’.

બંગાળી ફિલ્મ અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ પતિ નિખિલ જૈન સાથે બગડેલા સંબંધો વિશે નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા.

બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી હતી અને તે અંગે નિખિલે કહ્યું હતું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. જો આ વાત સાચી હશે તો તે બાળક તેનુ નથી. ત્યારબાદ નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન માન્ય નથી. તેથી ડિવોર્સ લેવાનો તો સવાલ જ નથી.

નોંધનીય છે કે નુસરતે 2019માં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. જોકે, જૂન, 2021માં નિખિલ જૈને કહ્યું હતું કે નુસરત પ્રેગ્નન્ટ હોય તો તે બાળક તેનું નથી. ચર્ચા છે કે નુસરત તથા બંગાળી એક્ટર યશદાસ ગુપ્તા વચ્ચે સંબંધો છે અને આ બાળક યશદાસ ગુપ્તાનું છે. અલબત્ત, બેમાંથી કોઈએ હજી સુધી બાળકના પિતા અંગે કોઈ વાત કરી નથી.

મંગળવાર, 24 ઓગસ્ટના રોજ નુસરત જહા તથા યશદાસ ગુપ્તાએ એક જેવી જ સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પરથી લાગે છે કે બંને સાથે જ બહાર ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચર્ચા છે કે નુસરત તથા યશદાસ એકબીજાને ડેટ કરે છે અને આ બાળક પણ યશદાસ ગુપ્તાનું હોવાની ચર્ચા છે.

 139 ,  1