લોકડાઉન અંગે મુખ્યમંત્રીએ રાખી લટકતી તલવાર, કોર કમિટીની બેઠક બાદ લેવાશે નિર્ણય

સાંજે કોર કમિટીની બેઠક બાદ લોકડાઉન અંગે નિર્ણય લેવાશે

લોકડાઉનની ચર્ચા વચ્ચે ખરીદી કરવા મોલ તેમજ શાક માર્કેટમાં લોકોની દોડધામ

હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો છે. કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે પ્રકારે આજે સમગ્ર દેશમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા એવું લાગે છે કે, હજુ પણ કેસ વધશે. પરંતુ તેનાથી આપણે ડરવાની જરૂર નથી. પણ સાવચેતી રાખવાની તેટલી જ જરૂર છે. તેટલા માટે જ વેક્સિનેશન આપણે વધાર્યું છે. હાલમાં ગુજરાતમાં રોજનાં 4 લાખથી વધારે લોકોનું રસીકરણ થઇ રહ્યું છે. 70 લાખ લોકોને રસી આપી દેવામાં આવી છે. ઝડપથી લોકોને વેક્સિન લાગવા મંડે અને બીજો રાઉન્ડ પણ પતે એ ઈલાજ આપણા હાથમાં આવ્યો છે. વર્ષ પહેલાં હથિયાર આપણી પાસે ન હતું. અને હવે રસી આપણા હાથમાં છે. એટલે લોકો રસી લગાવે તેમ વિનંતી કરું છું. 98 ટકા લોકો માસ્ક પહેરવાને કારણે બચી જાય છે. માસ્ક વ્યવસ્થિત પહેરે તેવી લોકોને અપીલ છે.

કોરોનાનું સંક્રમણ ઓછામાં ઓછું થાય તેટલે ટેસ્ટિંગ વધાર્યું છે. આજે લગભગ 1 લાખ 20 હજાર સુધી રોજ ટેસ્ટિંગ કરી રહ્યા છે. ટેસ્ટિંગ પછી ટ્રેસિંગ કરીને ટેસ્ટ કરી રહ્યા છીએ. પોઝિટિવ કેસ આવે તેનું ટ્રીટમેન્ટ વધારે થાય તેના માટે સરકારે 104ની સુવિધા શરૂ કરી છે. 104 પર કોલ કરતાં જ સારવાર શરૂ કરી દેવામાં આવે છે. સંજીવની રથ પણ હોમ ક્વોરન્ટાઈન દર્દી માટે શરૂ કરાયા છે.

રાજ્યમાં વિકરાળ રૂપ લઈ રહેલા કોરોના વાઈરસ પર અંકુશ લગાવવા માટેને તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. ત્યારે હવે વેપારી, મેડિકલ એસોસિયેસન તેમજ હાઈકોર્ટ દ્વારા પર રાજ્યમાં કર્ફ્યૂ તેમજ લોકડાઉન લાદવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ આજે સાંજે કોર કમિટીની બેઠકમાં લોકડાઉન અંગેની જાહેરાત કરવાની વાત કરી છે. એવી ચર્ચા ચાલી છે કે, ગુરુવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવાર 6 વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં લોકોમાં સૌથી મોટી ચિંતા લોકડાઉનમાં શું ચાલુ રહેશે અને શું બંધ થશે એની હોય છે. સાથે અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં લોકડાઉનના ભણકારાને પગલે લોકો ખરીદી કરવા માટે મોલ તેમજ શાક માર્કેટ સહિતમાં લાઈનો લગાવીને ઉભેલા નજરે ચઢી રહ્યા છે.

હાઇકોર્ટનાં ચુકાદાનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે.

 મુખ્યમંત્રીએ લોકડાઉન અંગે કાંઇ પણ કહેવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે, હાઇકોર્ટની ટકોર અંગે મને પણ તમારા માધ્યમથી જ જાણવા મળ્યું છે. અમારી સાંજે ગાંધીનગરમાં પણ બેઠક છે. તેમાં હાઇકોર્ટનાં ચુકાદાનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન અંગે તેમણે કાંઇ નહી કહીને ઘણુક હ્યું હતું. તેમણે ઇશારા ઇશારામાં કહ્યું હતું કે, નાગરિકોનું હિત સરકાર માટે સર્વોપરી છે. સરકાર કોરોના સામેની લડાઇમાં ક્યાંય પણ પાછી પાની કરવાનો ઇરાદો નથી. જો કે માસ્ક પહેરવું જરૂરી છે. જે લોકો યોગ્ય રીતે માસ્ક પહેરે છે તે પૈકીનાં 98 ટકા લોકોને કોરોના થતો નથી. નોંધનીય છે કે, જેથી બિટવીન ધ લાઇનેત ેમણે કીધું કે તમામ નિયમોનું નાગિરકો પાલન કરશે તો લોકડાઉનની શક્યતા નથી પરંતુ જો તેઓ મનફાવે તેમ વર્તશે અને કેસ વધશે તો ચોક્કસ રીતે લોકડાઉન કરવામાં આવી શકે. કારણ કે નાગિરકોનું હિત સર્વોપરી છે. તેવું તેમણે કહ્યા વગર પણ ઇશારા ઇશારામાં કહી દીધું હતું. 

 74 ,  1