આહવા ખાતે ત્રણ દિવસ માટે સ્વસહાય જૂથોના ‘દિવાળી સ્ટોલ’ શરૂ કરાશે

ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનુ વેચાણ કરાશે

ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રચાયેલા મહિલા સ્વસહાય જુથો દ્વારા આગામી ત્રણ દિવસો સુધી આહવા ખાતે ‘દિવાળી સ્ટોલ’ શરૂ કરાશે.

ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એન.ચૌધરીના જણાવ્યા અનુસાર ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજિવિકા મિશન’ અંતર્ગત તાલુકા પંચાયત આહવા મારફતે ચાલતા સ્વસહાય જુથો દ્વારા, સ્વ ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણ માટેના ‘દિવાળી સ્ટોલ’ કલેકટર કચેરી સામે તા.૧ થી ૩ નવેમ્બર સુધી ૩ (ત્રણ) દિવસ માટે ખુલ્લા મુકવામા આવનાર છે.

આ ‘દિવાળી સ્ટોલ’મા વિવિધ નાસ્તા, ડ્રેસ મટીરીયલ્સ, નાગલી પ્રોડકટ, કોડીયા, રંગોળી, હળદર, ચોળાફળી, મઠીયા, અડદ અને નાગલી પાપડ વિગેરે જેવી સ્વસહાય જુથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનુ વેચાણ કરાશે. સ્વસહાય જુથો સાથે જોડાયેલી ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા વધુને વધુ લોકોને આ ‘દિવાળી સ્ટોલ’માંથી ખરીદી કરવાનો એજન્સીના ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગ, તથા નિયામક શ્રી ચૌધરી દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી