ગ્રામ પંચાયતો સમરસ બને તે હેતુસર ગ્રાન્ટમાં કરાયો ધરખમ વધારો

ડિસેમ્બરમાં યોજાવાની છે ગ્રામ પંચાયતોની ચૂંટણી

રાજ્યભરમાં આગામી 19મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિ વચ્ચે આ ચૂંટણીને લઈને ગ્રામ પંચાયતને સમરસ કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. જેમા ગ્રામપંચાયતોનો વિકાસ કરવા માટે સરકાર દ્વારા હવે બને તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હાલ કુલ 2 કરોડ 6લાખ 53 હજાર મતદારો છે. તેમાંથી 1 કરોડ 6 લાખ 46 હજાર 524 પુરૃષ મતદારો છે, જ્યારે 1 કરોડ 6 હજાર 850 સ્ત્રી મતદારો છે. જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવવા જઈ રહી છે, તેમા 15 ટકા આદિજાતિ ગામો છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી થશે. કુલ 54,387 મતદાન પેટીઓની વ્યવસ્થા કરવામાં આવશે. આ ચૂંટણીમાં કોરોનાની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. ઉમેદવારોએ ચૂંટણીના ખર્ચની તમામ વિગત ચૂંટણી પંચને આપવાની રહેશે.

ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ પણ વધારી દેવામાં આવી છે. જેમા સરકાર દ્વારા ગ્રાન્ટની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જે પણ ગ્રામપંચાયતની વસ્તી 5 હજાર કરતા વધારે હશે તે ગ્રામપંચાયતોને 8 લાખ કરતા પણ વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ઉપરાંત મહિલા સમરસ ગ્રામ પંચાયતને સરકાર દ્વારા 13 લાખ સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવશે

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાવવાની છે. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોલીંગ બૂથ પર જઈને મતદાન કરી શકશે. 21 ડિસેમ્બરે મતગણતરી થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 10 હજાર 882 ગ્રામ પચાયતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 54,387 મતદાન પેટીઓની વ્યવસ્થા કરવામાં આવશે.

ગ્રાન્ટની ફાળવણીનું ગણીત

પ્રથમ વખત – 5 હજાર સુધી વસ્તી – 3 લાખ ગ્રાન્ટ
પ્રથમ વખત – 5 થી 25 હજાર વસ્તી – 4.50 લાખ ગ્રાન્ટ
બીજી વખત – 5 હજાર સુધી વસ્તી – 3.75 લાખ ગ્રાન્ટ + સીસી રોડ માટે 2 લાખ સહાય
બીજી વખત – 5 થી 25 હજાર વસ્તી – 5.75 લાખ ગ્રાન્ટ + સીસી રોડ માટે 2 લાખ સહાય
ત્રીજી વખત – 5 હજાર સુધી વસ્તી – 4.75 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય
ત્રીજી વખત – 5 થી 25 હજાર વસ્તી – 7 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય
ચાર વખત – 5 હજાર સુધી વસ્તી – 5.25 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય
ચાર વખત – 5 થી 25 હજાર વસ્તી – 7.50 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય
પાંચમી વખત – 5 હજાર સુધી વસ્તી – 5.50 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય
પાંચમી વખત – 5 થી 25 હજાર વસ્તી – 8.00 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી