વડોદરામાં આયુર્વેદિક સિરપની આડમાં દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ…

એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની અટકાયત

વડોદરા શહેર પાસેના સાંકરદા ગામ પાસે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપ બનાવવાની આડમાં દારૂના વેચાણનું નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેર પીસીબીએ ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કંપની કંકાસાવ નામની આયુર્વેદીક દવાની બોટલમાં આલ્કોહોલ વેચતી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે ફેકટરીમાંથી 30 લાખનો દારુ તથા મશીનરી અને અન્ય સાધનો મળીને 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે શહેર પી.સી.બી.ના પી.આઇ. જે.જે પટેલને માહિતી મળી હતી કે, શહેર નજીક સાંકરદા ગામ પાસે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આુયુર્વેદિક સીરપની આડમાં દારૂ બનાવવામાં આવે છે. અને આયુર્વેદિક દવા કંકાસાવના નામે ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પી.સી.બી.એ ખાત્રી કરીને કંપનીમાં દરોડો પાડ્યો હતો. અને આયુર્વેદિક સિરપની આડમાં દારૂ બનાવી આયુર્વેદિક દવાના નામે વેચાણ કરવાના ચાલી રહેલા વ્યવસ્થિત કૌંભાડનો પર્દાફાશ કર્યો હતો.

દરોડા દરમિયાન રૂપિયા 30 લાખનો દારુ તથા દારુ બનાવાની મશીનરી અને સાધનો માલસામાન મળી રૂા.1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તે સાથે કંપનીના ત્રણ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.એફએસએલ તપાસમાં આયુર્વેદીક સિરપની બોટલમાં દારુ હોવાનું જણાયુછે. પી.સી.બી. પી.આઇ. પટેલે જણાવ્યું હતું કે, કંપનીનો માલિક નીતિન કોટવાણી છે. જે અગાઉ ડુપ્લીકેટ સેનિટાઇઝ બનાવી વેચવાના ગુનામાં પકડાયો હતો અને ત્યારબાદ તેણે આયુર્વેદિક સીરપની આડમાં આલ્કોહોલ બનાવી આયુર્વેદિક દવાના નામે વેચાણ કરવાનું શરૂ કર્યું હતું.

નકલી સેનિટાઇઝર પ્રકરણમાં પોલીસે નીતિન અજિત કોટવાણી (રહે, શિવભક્તિ ફ્લેટ, ગોરવા)ની ધરપકડ કરી તપાસમાં રો-મટીરિયલ મારુતિ કેમ કંપનીના અશોક રામજીભાઇ પટેલએ સપ્લાય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. એફએસએલની તપાસમાં સેનિટાઇઝરમાં મિથાઇલ આલ્કોહોલની મિનિમમ માત્રા 1.2 ટકા અને મેકસીમમ માત્રા 96.1 ટકા હોવાનું બહાર આવ્યું હતું તથા તેનો ઉપયોગ કરવાથી ગંભીર અસર થઇ શકે છે તેવું બહાર આવ્યું હતું.

નકલી સેનિટાઇઝર કેસમાં નીતિન કોટવાણી 1 માસ પહેલા જામીન પર છૂટયો બાદ તેણે દારુ બનાવીને આયુર્વેદિક સિરપના નામે વેચવાનું શરુ કર્યું હતું. રોજ ત્રણથી ટાર ટેમ્પા ભરીને આયુર્વેદિક સિરપના નામે દારુ મેડિકલ સ્ટોરમાં આપવા લઇ જવાતો હતો જેથી રાજયભરના મેડિકલ સ્ટોરમાં આ માટે તપાસ કરવામાં આવશે. નીતિન કોટવાણી અને ભગત બિશ્નોઇ ના નામ બહાર આવતાં પોલીસ તપાસ શરુ કરાઇ છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી