September 26, 2020
September 26, 2020

ભરૂચ : હાંસોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

કોન્સ્ટેબલ દીપિકા પરમારે દુપટ્ટા વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ દીપિકા પરમારે પોતાના રૂમમાં દુપટ્ટા વડે પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો છે. જેને પગલે ભરૂચ જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

હાંસોટ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતી 25 વર્ષીય દીપિકા ભરતભાઇ પરમાર મૂળ વતન ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલી નાગર સોસાયટીની રહેવાસી હતી. અને હાલ હાંસોટ પોલીસ લાઇનના બી બ્લોકમાં રૂમ નં-6માં રહેતી હતી. દીપિકાએ મંગળવારે રાત્રે 11 વાગ્યા પહેલા પોતાના રૂમના પંખામાં દુપટ્ટો બાંધી કોઇ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

હાંસોટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મૃતકના આત્માને શાંતિ મળે તે માટે ફૂલહાર ચઢાવી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી આપી મૃતકના પરીવારને મૃતદેહ સોપ્યો હતો. જોકે આ આપઘાતનું કારણ હજુ અકબંધ છે વધુ તપાસ હાંસોટ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેપી ચૌહાણ ચલાવી રહ્યા છે.

 235 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર