સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે

કોરોના સહિતના દર્દીઓ છે દાખલ, ફાયર જવાનો દ્વારા રેસ્ક્યુ હાથ ધર્યુ

સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. ફાયરની 8 ગાડીનો કાફલો હોસ્પિટલ પહોંચી ગઇ છે. અને ફાયરના અધિકારીઓ દ્વારા તાબડતોડ દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં કોરોના દર્દીઓ પણ છે.

ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગના પગલે દર્દીઓને અને તેમના સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરના કાફલાએ ઘટના સ્થળે પહોંચી પહેલા દર્દી અને તેમના સગાઓની રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગના પગલે આસપાસથી લોકો મદદે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના કાફલાને લોકોએ મદદ કરી હતી. હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય હોસ્પિટલ ખસેડવામાં લોકોએ મદદ કરી હતી.

આગ કાબુમાં લેવાના તમામ પ્રકારના પ્રયાસો અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સદ્નસીબે કોઇ જાનહાની થવા પામી ન હોવાની જાણકારી સામે આવી રહી છે.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર