સુરતના ભવાની સર્કલ પાસે ભીષણ આગ, ફાયરે બ્રિગેડ કોલ જાહેર કર્યો

ભવાની સર્કલ પાસે આવેલી લબ્ધિ કાપડની મિલમાં ભીષણ આગ, ફાયરની 8 ગાડી પહોંચી ઘટના સ્થળે

સુરતમાં ફરી એકવાર આજે આગની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ પાસેની લબ્ધિ કાપડ મિલમાં આગ લાગી ગઈ છે. ભીષણ આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગી ત્યારે મિલમાં કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કરવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં ચાર વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા આગની ગંભીરતાને જોતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.

પ્રિન્ટીંગનું કારખાનું હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કારખાનામાં રહેલા માલને નુકસાન પહોંચ્યું હતું. જો કે, આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલો પ્રાપ્ત થયાં નથી.

 39 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર