દેશની રાજધાની દિલ્હીથી અડીને આવેલા નોઇડામાં આજે બપોરે મોટી દુર્ઘટના થઇ હતી. નોઇડામાં સેક્ટર 25-એ સ્થિત સ્પાઇસ મોલમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાનાં સમાચાર મળ્યા કે તરત જ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ હતી. તેમજ આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતાં.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે વિકરાળ આગ પર કાબૂ મેળવવાનાં સખત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સ્પાઇસ મોલમાં લાગેલી આગ એટલી વિકરાળ અને ભયાનક છે કે દુરથી જ ધૂમાડાનાં ગોટેગોટા જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર પણ લોકો આ ઘટનાનાં વીડિયો અને ફોટો શેયર કરી રહ્યા છે. બપોરનો સમય છે, તેથી મોલમાં પણ ભીડભાડ છે. આ કારણે જ તંત્ર દ્વારા સૌથી પહેલા મોલમાં હાજર લોકોને બહાર કાઢીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરાઇ રહ્યા છે.
36 , 1