કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદના ઘર પર આગચંપી- પથ્થરમારો

ખુર્શીદ ‘સનરાઈઝ ઓવર અયોધ્યા’ પુસ્તકને લઈને ઘેરાયા છે વિવાદોમાં

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદના નૈનીતાલ સ્થિત ખાતે ઘર પર આગચંપી અને પથ્થરમારો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કોંગ્રેસ નેતાએ આ ઘટનાની માહિતી ફેસબુક પર શેર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બદમાશોના હાથમાં ભાજપનો ઝંડો હતો અને તેઓ સાંપ્રદાયિક નારા લગાવી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ તેમના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા’ને લઈને વિવાદોમાં છે. સલમાન ખર્શીદે પોતાના પુસ્તકમાં હિંદુત્વની તુલના આતંકવાદી સંગઠનો ISIS અને બોકો હરામ સાથે કરી છે અને હિંદુત્વની રાજનીતિને ખતરનાક ગણાવી છે.

ફેસબુક પર ઘટનાની તસવીરો શેર કરતાં સલમાન ખુર્શીદે કહ્યું, શું હું હજી પણ ખોટો છું? શું તે હિન્દુત્વ હોઈ શકે?

ઉલ્લેખનીય છે આ અગાઉ શનિવારે શાહજહાંપુરમાં VHPએ સલમાન ખુર્શીદનું પૂતળું બાળ્યું હતું. એટલું જ નહીં વિશ્વ હિન્દુ પરિષદે ખુર્શીદની જીભ કાપી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન VHP કાર્યકર્તાઓએ કહ્યું હતું કે આવા લોકોને પાકિસ્તાન મોકલવા જોઈએ.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી