અમદાવાદ : નવરંગપુરા સ્ટેડિયમ નજીક કોમ્પ્લેક્સમાં આગ લાગી, આઠ લોકોને રેસ્ક્યૂ કરાયા

 મહારાજના સમોસા સહિત આજુબાજુની દુકાનોમાં આગ, ફાયરની 15 ગાડી ઘટનાસ્થળે

શહેરના નવરંગપુરા સ્ટેડિયમ રોડ પાસે આવેલી મહારાજા સમોસા સેન્ટર સહિત ત્રણ દુકાનોમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી છે. આગ પર કાબુ મેળવા માટે ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરી હતી. આ ભીષણ આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી સામે આવ્યું નથી. આ આગમાં અંદર ફસાયેલા આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે આસપાસનાં વિસ્તારોમાં ડરનો માહોલ છવાયો હતો. આગની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિકો મોટી સંખ્યામાં અહીં આવી ગયા હતા. 

અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ નજીક સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. પ્રાથમિક અનુમાનમાં, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. એક દુકાનમાં આગ લાગતા આજુબાજુની કેટલીક દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી. આ વિસ્તારના પ્રખ્યાત મહારાજના સમોસા અને તેની આસપાસના દુકાનોમાં આગ લાગી હતી. જોકે, જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી ફાયર વિભાગને કોલ મળતા જ તાત્કાલિક 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રોસેસ હાથ ધરાઈ હતી. 

ચીફ ફાયર ઓફિસર સહિતનો ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને થોડી વારમાં જ આગ કાબૂમાં લેવાઈ હતી. ફાયર વિભાગે પતરાના શેડ તોડીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ફસાયેલા 4 પુરુષ અને 4 મહિલાઓ મળીને કુલ 8 લોકો રેસ્ક્યૂ કરાયા હતા. 

ચીફ ફાયર ઓફિસ રાજેશ ભટ્ટે જણાવ્યું કે, જુદી જુદી કુલ 18 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, FSL ની તપાસ બાદ જ આગનું ચોક્કસ કારણ માલૂમ પડશે.

 36 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર