September 27, 2020
September 27, 2020

સંસદના એનેક્સી બિલ્ડિંગમાં આગ, ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે

અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે

નવી દિલ્હી સ્થિત સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એનક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળ પર આગ લાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બતાવવામાં આવ્યું છે.

નવી દિલ્હી સ્થિત સંસદ ભવનના એનેક્સી બિલ્ડિંગમાં આગ, ફાયર વિભાગના કર્મચારીઓના જણાવ્યા મુજબ બિલ્ડીંગના છઠ્ઠા માળ પર આગ લાગી છે.શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. સંસદ ભવનમાં આગ લાગવાનો કોલ માલ્ટા ફાયર વિભાગના કર્મચારીઓ ચાર ગાડીઓ લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર નિયંત્રણ મેળવવા માટેના પ્રયાસોમાં લાગી ગયા હતા. અત્યારસુધી જાનમાલના કોઈ નુક્શાનની માહિતી બહાર આવી નથી.

આગ લાગવાની સૂચના મળતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ફાયરબ્રિગેડની 5 ગાડીઓ આગ ઓલવવાના કામમાં લાગી ચૂકી છે. ફાયરબ્રિગેડે આપેલી માહિતી અનુસાર કોઈ જાનહાનિ થઈ નથી.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર