ભાવનગર : મુખ્યમંત્રી લોકાર્પણ કરે તે પહેલા કેન્સર હોસ્પિટલ ખાતે ડોમમાં લાગી આગ

 ડોમમાં ઉપયોગમાં લેવાનાર સેન્ટ્રલ એસી યુનિટમાં બ્લાસ્ટ 

ભાવનગરમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે સિવિલ હોસ્પિટલના એસી યુનિટમાં બ્લાસ્ટ થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમ માટેના ડોમમાં ઉપયોગમાં લેવાનાર સેન્ટ્રલ એસી યુનિટમાં બ્લાસ્ટ થયો હતો. કાર્યક્રમ સ્થળે ગોઠવવામાં આવેલા એસી યુનિટમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી.

એસી યુનિટ કંપ્રેસરમાં આગ લાગતાં સ્થાનિક સ્ટાફ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. કેન્સર હોસ્પિટલના લોકાર્પણ માટે આવતી કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગર આવી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ બ્લાસ્ટ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

નોંધનીય છે કે, શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસમાં નિર્મિત કેન્સર હોસ્પિટલનું આવતી કાલે વિજય રૂપાણી લોકાર્પણ કરવાના છે. કેન્સર હોસ્પિટલ ના લોકાર્પણ ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ થશે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરની કેન્સર હોસ્પિટલ ચલાવશે. આવતી કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. કેન્સર હોસ્પિટલ શરૂ થતાં કેન્સરના દર્દીઓની સમસ્યાઓનો અંત આવશે . હોસ્પિટલ શરૂ થયા બાદ દર્દીઓના અમદાવાદ કે વડોદરા સારવાર માટે ધક્કા બંધ થશે.

 57 ,  1