સંસદ ભવનમાં અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડી

કોમ્યુટર અને ફર્નિચર બળીને ખાખ

લોકસભાના મંદિર સંસદના બંન્ને ગૃહમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે જેના આજે ત્રીજો દિવસ છે. ત્યારે આજે સવારે સંસદના રૂમ નંબર 59માં અચાનક આગ ફાટી નીકળતા થોડો વખત માટે અફડાતફડી મચી ગઈ હતી. જોકે, આગ લાગવા પાછળનું કોઈ કારણ સ્પષ્ટ થયુ ન હતું. કોઈ મોટી નુકશાની પણ થઈ ન હતી. સત્ર સવારે 11 વાગ્યે શરુ થતુ હોય છે. આગ સવારે 8 વાગ્યે લાગી હોવાથી હાજરી પ્રમાણમાં ઓછી હતી. નોંધનીય છે કે, આ પૂર્વે ગત ઓગષ્ટમાં પણ શોર્ટસર્કીટને કારણે સંસદના એનેકસી બિલ્ડીંગમાં આગ લાગી હતી.

નોંધનીય છે કે, સંસદમાં શિયાળુ સત્રનો પ્રારંભ વિપક્ષના હોબાળા સાથે થયો હતો. સત્રની શરૂઆતમાં જ વિપક્ષ દ્વારા કૃષિ બિલ અને અન્ય મુદ્દાઓને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો જેના કારણે કાર્યવાહી વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ભારે હોબાળાની વચ્ચે કૃષિ બિલ સંસદના બંને સદનમાં પસાર થયું હતું અને બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. બીજી બાજુ સત્રમાં હોબાળો મચાવનાર 12 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એટલે કે તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેનાના સાંસદોનો સમાવેશ થાય છે. મોન્સૂન સત્રમાં હોબાળો કરવા બદલ સાંસદો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી