VIDEO : SG હાઈવે પર ગણેશ મેરેડિયનના 8માં માળે આગ ફાટી નીકળી..

અમદાવાદમાં એક જ દિવસે બે ભીષણ આગની ઘટના

અમદાવાદમાં આજે રવિવારે આગની બે ઘટના હતી જેમાં પ્રથમ રિલીફ રોડ ઉપર આવેલા કોમ્પેક્ષમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને ત્યારબાદ સાંજે અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલી બિલ્ડિંગમાં આગની ઘટના સામે આવી છે. ગણેશ મેરેડિયન બિલ્ડિંગના બ્લોક નં 8માં આગ લાગત સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, ફાયર વિભાગની ઘટનાની જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળ્યો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ જાણકારી મળી નથી. પરતું પ્રાથમિક માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાઈ રહ્યું છે. આગમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર જાણવા મળ્યા નથી. પરતું આગને લઈને સ્થાનિકોમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે..

નોંધનીય છે કે, આજે સવારે અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં પણ આગની ઘટના સામે આવી હતી.. રિલીફ રોડ ઉપર આવેલા કોમ્પેક્ષમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, આગના બનાવની જાણ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી.ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી