Video : એવી આગ લાગી કે ભારેખમ JCB મશીન પણ બળીને ખાખ

દહેગામમાં ગેસની પાઈપલાઈનમાં ધડાકાભેર લાગી આગ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાલૈયા ગામ નજીક જેસીબી વડે ખોદકામ દરમ્યાન સાબરમતી ગેસ પાઈપલાઈન તૂટી જતાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા હતી જેમાં જેસીબી સહિત એકટિવા ભળીને ખાખ થઈ ગયા હતા આગના પગલે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ આગ વધુ ના પ્રસરે તે માટે ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. એટલુ જ નહીં વધુ મોટી જાનહાનિ ના થાય સાવચેતીના ભાગરૂપે પાલૈયા ગામનો વીજપુરવઠો પણ બંધ કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતા દહેગામ પોલીસ અને ફાયરવિભાગમા કર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બનાવની વિગત પ્રમાણે દહેગામ પાસે ગામ નજીક પસાર થતા દહેગામ- બાયડ હાઈવે પર પાલૈયા પાસે ગામમાં જવાના માર્ગ પર ગેટનું નિર્માણ કરવાનું હોય જેસીબી વડે પાયા ખોદવાનું કામકાજ ચાલી રહ્યું હતું. ખોદકામ દરમ્યાન સાબરમતી ગેસ લાઈન તૂટતા આંખના પલકારામાં આગ ભભૂકી હતી. પરિણામે જેસીબી તેમજ નજીકમાં પાર્ક કરાયેલું એકટીવા પણ બળીને ખાખ થઈ ગયું હતુ. ગેસ પાઈપલાઈન લીકેજમાં આગ લાગવાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને હતી સાથે સાથે ફાયરવિભાગ પણ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી