AMC:પુલની “જટા” માંથી ગાંધીજીની પ્રતિમા પર જલધારા….હે રામ…!

અમદાવાદના ઈન્કમટેક્સ બ્રિજમાં મોટી બેદરકારી સામે આવી છે. બ્રિજ નીચે ગાંધીજીની પ્રતિમા પર પાણીનો ધોધ પડી રહ્યો છે. 15 દિવસ પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ કરાયું છે. જ્યારે વરસાદે તંત્રની પોલ ખોલી છે.

60 કરોડના ખર્ચે બનેલા ઈન્કમટેક્સ ઓવરબ્રિજનું 3 જુલાઈએ ઉદ્ઘાટન થયું હતું. આ બ્રિજની બનાવટમાં ખામીને કારણે ગઇકાલ સોમવારે સાંજે પડેલા વરસાદ પછી બે બ્રિજ વચ્ચેની ફાટમાંથી પાણીનો ધોધ સીધો ગાંધીજીની પ્રતિમાના માથા પર પડે છે. જેના કારણે ગાંધીજીની ગરિમાને ઝાંખપ લાગે છે.

આ પ્રતિમા ઈન્કમટેક્સથી ખસેડવા મુદ્દે અગાઉ લાંબો વિવાદ ચાલ્યો હતો. ત્યારે એક તબક્કે તો ગાંધી બાપુની પ્રતિમા વાડજ લઈ જવાની વિચારણા હાથ ધરાઈ હતી. અંતે પ્રતિમા ત્યાં જ રાખવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ પૂરતી સંભાળ નહીં લેવાતા વરસાદમાં આ સ્થિતિ સર્જાઈ હતી.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી