પ્રિયંકા ખેર દ્વારા અમેરિકાની ધરતી પર ગુજરાતી ગીતોની રેલમછેલ!!

પ્રિયંકા ખેરે ગુજરાત અને ભારતને સંગીતક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવ્યુ છે

ભારત એ સૂર, સંગીત અને સાહિત્ય માટે જાણીતો દેશ છે. ગુજરાત રાજ્યમાં જ્યારે સંગીત ક્ષેત્રની વાત થાય ત્યારે પ્રિયંકા ખેરનું નામ જરૂરથી લેવામાં આવે છે. જોકે મૂળ ગુજરાતી પણ વિદેશમાં વસતા હોવા છતાં આપણી આ દીકરી એ ગુજરાતી આભા ને સક્ષમ રીતે ટકાવી રાખી છે. પ્રિયંકા ખેરે ગુજરાત અને ભારતને સંગીતક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવ્યુ છે. તેમના ગરબામાં વિદેશના લોકો પણ ઝૂમી ઉઠે છે. 2018માં જ્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર દ્વારા “ઉત્સવ”નામનો એક અધિવેશન યોજવામાં આવ્યો હતો ત્યારે પ્રિયંકા ખેરે પોતાના મધુર કંઠે ગુજરાતી ગીતોની ધૂમ મચાવી હતી. 

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ વિડીયો દ્વારા શુભેચ્છા પાઠવી હતી. પ્રિયંકા ખેરે શ્રી દિવાળીબેન ભીલ, શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી અવિનાશ વ્યાસ દ્વારા રચાયેલા ગીતો તથા અન્ય ગુજરાતી લોકગીતો ની પણ ખુબ જ સુંદર રજૂઆત કરી હતી  પ્રિયંકાએ પોતાના મધુર અવાજ અને સુંદર ગાયિકી દ્વારા “ઉત્સવ” માં આવેલા તમામ લોકોનું મન મોહી લીધું હતું. 

એક સામાન્ય પરિવાર માથી આવતી આ ગુજરાતી દીકરી એ સાબિત કરી દીધું કે સપનાં ને સાચા કરવા માટે ખરી મેહનત કરવી પડે છે. પ્રિયંકા ખેરે નાનપણથી જ સ્કૂલ, કૉલેજ અને ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાની કળાને વિકસાવી છે. તેમનાં પિતા આજે પણ ધંધુકા તાલુકા માં આવેલા પચ્છમ ગામના એક સામાન્ય ખેડૂત છે. દીકરી વિદેશમાં પણ પોતાની સંસ્કૃતિ ને સાચવે છે એ જાણીને એમની છાતી તો ગદગદ ફુલતી જ હશે પણ  પ્રિયંકા ખેર એ આપણા સૌ ગુજરાતીઓનું ગૌરવ છે.

નાની ઉમરથી જ ગાયિકા બનવાનું સપનું ધરાવતાં પ્રિયંકાએ ઘણાં ગીતો  ગાયાં છે. પ્રિયંકા ખેરના ગીતો તમને એમની યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે જે લોકોએ ખૂબ જ પસંદ કર્યા છે. હવે ના તો માત્ર ગુજરાત પણ ડિજિટલ માધ્યમથી એમને દેશ વિદેશ માં વસતા આપણા બધા જ ભારતીય લોકો ઓળખતા થયા છે. તેમના ગીતો “સાયબો મારો ગુલાબનો છોડ”, “ગોરમા”, “જૂનાગઢ શેરની બજારમાં” ખુબ જ લોકપ્રિય બન્યા છે. 

 81 ,  1