દહેગામ : ઝાંક સીમમાં ચાલતુ વિદેશી દારૂનું કટીંગ ઝડપાયું, એકની ધરપકડ

પોલીસે દારૂના જથ્થા સાથે 25 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

અમદાવાદ નજીક ઝાંક ગામે ખુલ્લા ખેરતમાં ચાલતા ભારતીય બનાવટી વિદેશી દારૂના કટીંગ પર દહેગામ પોલીસે દરોડો પાડી 16 લાખથી વધુના દારૂના જથ્થા સાથે કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોને દબોચી પૂછપરછ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર, દહેગામ પોલીસ પો.સ્ટે.ના પીઆઇ જે.કે રાઠોડ તેમજ પીએસઆઇ આર.વી મોરી સહિતનો સ્ટાફ બહિયલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકિકત મળી હતી કે, ઝાંક ગામે ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટી વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું છે જેના પગલે રેડ કરી તપાસ હાથ ધરતા મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે વિદેશી દારૂની 3,935 બોટલો તેમજ બિયરની 576 બોટલો સહિત રૂ. 16,04,565નો વિદેશી દારૂના જથ્થા સાથે વાહનો મળી કુલ રૂ. 25,04,565નો મદ્દામાલ કબ્જે કરી દારૂનું કટિંગ કરનાર દિનેશભાઈ ડાહ્યાભાઈ ભરવાડ (રહે.રામનગર તા.દહેગામ)ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી