અમદાવાદ : IIMમાં કોરોનાના વધુ આઠ કેસ, આંકડો 50ને પાર પહોંચ્યો

ગુજરાતમાં રોજબરોજ કોરોના તોડી રહ્યો છે રેકોર્ડ

અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે. અમદાવાદ IIM કેમ્પસમાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. હાલ IIMમા કોરોના સંક્રમિતોની સંખ્યા 53 પર પહોંચી છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં હવે અમદાવાદ શહેર ફરી એકવાર હોટસ્પોટ બની રહ્યું છે. અને અમદાવાદમાં મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ IIMમાં કોરોનાનો કહેર યથાવત છે. IIM કેમ્પસમાં હોળી તહેવારના દિવસે કુલ 108 લોકોના RTPCR ટેસ્ટ થયા હતા. જેમાં 5થી વધુ વિદ્યાર્થીઓ સહિત કુલ 8 લોકો પોઝિટિવઆવ્યા છે. 26થી 27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા 13 દિવસમાં હવે કોરોના પોઝિટીવની સંખ્યા 53 જેટલી થઈ ગઈ છે. જેમાં 42થી વધુ વિદ્યાર્થી સહિત કુલ 45 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

25 માર્ચે 114 લોકોના ટેસ્ટ થયા હતા

IIMA દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIMAમાં 27 માર્ચે પણ 109 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 8 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. 26-27 માર્ચે 5 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ પોઝિટિવ આવ્યા હતા. 25 માર્ચે પણ 114 લોકોના ટેસ્ટ થયા હતા. જેમાં 91 RTPCR ટેસ્ટ હતા. તેમાં 10 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા હતા.

ગુજરાતમાં રોજબરોજ કોરોના તોડી રહ્યો છે રેકોર્ડ

ગુજરાતમાં કોરોના વાયરસનુ સંક્રમણ બેકાબૂ થયો છે. રોજ બરોજ કેસની સંખ્યા ખુબ વધી રહી છે. રાજ્યમાં 2,270 કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 1605 દર્દીઓ સાજા થયા છે.જયારે કુલ 152 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 11,528 એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાથી રાજ્યમાં 8 દર્દીના મૃત્યુ છે. અત્યાર સુધી કોરોનાથી કુલ 4492 લોકોના મૃત્યુ થયા છે. અને રોજ આ આંકડો વધી રહ્યો છે.તેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કોરોના કેસનો 2270નો આંકડો ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી વધુ નોંધાયેલા કેસનો આંકડો છે. 

 60 ,  1