કોણ બનશે ગાંધીનગર મહાનગર પાલિકાનાં મેયર..? આ બે નામ ચર્ચામાં..

ગાંધીનગર મેયર પદ માટે મળશે સામાન્ય સભા

આજે ગાંધીનગર મનપાની પ્રથમ સામાન્ય સભા મળવાની છે. આ સામાન્ય સભા પહેલા ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક  યોજાશે,  જે બેઠકમાં ગાંધીનગર મનપાના શાસક પક્ષનાં હોદેદારોનાં નામ પર અંતિમ મોહર લાગશે. આ વખતે પણ  જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને જ  હોદેદારોની પસંદગી કરવામાં આવશે. આ માટે ભાજપ કઇ જાતિ સમિકરણને પ્રાધાન્ય આપે છે તે જોવાનું રહેશે.

જણાવી દઈએ કે મેયર પદ માટે SC અનામત સીટ છે. ત્યારે ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગાંધીનગર મનપામાં મેયર તરીકે હાલ બે ચહેરાને જોવાઈ રહ્યા છે અને તે છે હિતેશ મકવાણા અને ભરત દિક્ષિત

જો મેયર માં પુરુષ કોર્પોરેટર ને પ્રાધાન્ય આપવામાં આવે તો dy મેયર નું પદ મહિલા ન  મળી શકે.  જો બ્રાહ્મણ અથવા ક્ષત્રિય મહિલાને પ્રાધાન્ય મળી શકે તો આ માટે ત્રણ નામ ચર્ચામાં છે.  આ રેસમાં હેમા ભટ્ટશેલજા ત્રિવેદી, અંજના મહેતા અને છાયા ત્રિવેદીનું નામ ચર્ચામાં છે.

હવે ગાંધીનગરના મેયર પદના નામોની મોટી ચર્ચા થઈ રહી છે. સી આર પાટીલ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી ગત મહાનગરપાલિકા અને પંચાયતના પ્રમુખના નામો ચોંકાવનારા હતા. અચાનક જ સામાન્ય કાર્યકર્તાઑને પણ મેયર પદે બેસાડી દેવામાં આવ્યા હતા જેમાં અમદાવાદના મેયર કિરીટ પરમારનું નામ લઈ શકાય, પણ રાજનીતિમાં કઈ અચાનક નથી હોતું બધાય સમજી વિચારીને નિર્ણય લેવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના મેયરના નામ અંગે પણ ચર્ચા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં હાલ તો ગાંધીનગર મનપા વોર્ડ 8ના હિતેશ મકવાણાનું નામ આગળ ચાલી રહ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન તરીકે વોર્ડ-10માંથી જીતીને આવેલા મહેન્દ્ર પટેલ બેસાડાઈ શકે છે.હિતેશ મકવાણા પૂર્વ MLA પુનમચંદ મકવાણાના પુત્ર છે.તો બીજી તરફ ભરત દિક્ષિતની પણ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. જે સામાન્ય પરિવારમાંથી આવે છે. ભાજપ ગાંધીનગર મેયર માટે અમદાવાદની થીયરી અપનાવી શકે છે.

ગાંધીનગર મનપા ટોટલ 11 વોર્ડ 44 બેઠક 41 બેઠક પર ભાજપની જીત

જીતેલા ઉમેદવારોમાં જાતિગત સમીકરણ એસસી 5, 1 જનરલ ઉમેદવાર એસસી બેઠક પરથી લડ્યો છે. પાટીદાર 12, ક્ષત્રિય 7, બ્રાહ્મણ 5, ઠાકોર 7,  ઓબીસી 3, અને એસટી  1 બેઠક પરથી લડ્યો છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી