પંજાબ : પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ વિસ્ફોટ થયો

કેમ્પના ત્રિવેણી ગેટ પર બાઇક સવારોએ ગ્રેનેડ ફેંક્યો 

પંજાબના પઠાનકોટમાં આર્મી કેમ્પના ગેટ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. કેમ્પના ત્રિવેણી ગેટ પર બાઇક સવારોએ ગ્રેનેડ ફેંક્યો હતો. આ ઘટના બાદ પઠાનકોટના તમામ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હાલ સીસીટીવી ફૂટેજ તપાસીને હુમલાખોરોની ઓળખની તપાસ કરવામાં આવી રહી છે.

પઠાનકોટના એસએસપી સુરેન્દ્ર લાંબાએ કહ્યું, “પ્રથમ નજરે જાણવા મળ્યું છે કે અહીં ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે. વધુ તપાસ ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મોટરસાઇકલ પસાર થઈ, તે જ સમયે બ્લાસ્ટ થયો. અમને સારા CCTV ફૂટેજ મળવાની આશા છે.”

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી