શાહીબાગ પોલીસ લાઈનમાં દારૂનું વેચાણ કરતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

પોલીસ જ બુટલેગર બની દારૂનું કરે છે ખુલ્લેઆમ વેચાણ

નવરંગપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ વાઘેલાની દારૂ સાથે ધરપકડ

અમદાવાદમાં ખાખીને દાગ લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ખુદ પોલીસ જ બુટલેગર બની ખૂલ્લેઆમ દારૂનું વેચાણ કરતા સામે આવ્યા છે. નવરંગપુરામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શાહીબાગ પોલીસ લાઈનમાં દારૂ વેચતા ઝડપાયા છે. આ મામલે શાહીબાગ પોલીસે કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ચાંદખેડાની નૂતન પ્રકાશ સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ ઇશ્વરસિંહ વાઘેલા શાહીબાગ પોલીસ લાઈનમાં પોતાની કારમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ રાખીને વેંચતા હતાં. આ અંગેની જાણ પોલીસ કન્ટ્રોલરૂમમાં જાણ થતાં બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. જ્યાં પોલીસને એક સફેદ કલરની કાર મળી આવી હતી. જેમાં અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

કારમાં ડ્રાઇવર સીટ પર બેઠેલા વિક્રમસિંહની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન કુલ  152 બોટલ કબ્જે કરી હતી. હાલ આ મામલે પોલીસે કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 82 ,  1