સાબરકાંઠા: ભારત સરકારના ઐતિહાસિક નિર્ણયની જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી

આજરોજ ભારત સરકાર દ્વારા કાશ્મીર મુદ્દે જે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે, એ અનુસંધાને આજરોજ સાંજે જીલ્લા ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આજે ભરત સરકાર દ્વારા કાશ્મીર મુદ્દે જે ૩૭૦ ની કલમ નાબુદી અને જમ્મુ તથા કાશ્મીર ને કેન્દ્ર શાષિત પ્રદેશ જાહેર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે તે અનુસંધાને આજે ગુજરાત ના સાબરકાંઠા જીલ્લામાં પણ ખુશી ની લહેર જોવા મળી હતી. સવાર થી જ જાહેરાત થયા બાદ જગ્યા જગ્યા એ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.

જીલ્લા ભાજપ કાર્યાલય દ્વારા પણ આ કાર્યક્રમ ની આજ રોજ સાંજે હિમતનગર ટાવર ચોક ખાતે ઉજવણી કરવામાં આવશે. સમગ્ર માહોલ વન્દે માતરમ ના જયકાર સાથે ગુંજી ઉઠ્યું હતું. ફટાકડા ફોડી ને મીઠાઈ વહેંચી ને ભવ્ય રીતે કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજુભાઇ ચાવડા, નગરપાલિકા પ્રમુખ અનિરુદ્ધ સોરઠીયા, પાલિકાના સભ્યોસ સહિત ભાજપમાં હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી