September 20, 2021
September 20, 2021

આંખોની દ્રષ્ટિ વધારવાના ઘરેલુ ઉપાય

ચશ્માથી મળી શકે છે છુટકારો

આપણા શરીરનું એક મહત્ત્વનું અંગ છે આંખ. જો તમે વધુ સમય સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરો છો કે પુસ્તક, ટીવી જોવાથી તમારી આંખોમાં દુઃખાવો થવા લાગે છે તો તે તમારા માટે ભવિષ્યમાં તકલીફ થઇ શકે છે.

એવામાં આંખોની દ્રષ્ટિ નબળી થાય છે આંખો ઉપર ચશ્માં આવી જાય છે. પરંતુ જે લોકોને પહેલાથી જ ચશ્માં આવી ગયા હોય તો શું કરવું ? શું તમે ચશ્માથી છુટકારો મેળવવા માંગો છો? તો આજે અમે તમને જણાવીશું આંખોની દ્રષ્ટિ વધારવા અને ચશ્મા દુર કરવાના ઘરગથ્થું ઉપાય. જેના વડે તમે સરળતાથી ચશ્માથી છુટકારો મેળવી શકો છો.

  • વધારે કામ કર્યા પછી આંખોનો થાક દુર કરવા માટે તમારી બન્ને હથેળીઓને એક બીજા સાથે ઘસો, જેનાથી ગરમી ઉત્પન થશે. પછી તમારી આંખો બંધ કરીને હથેળીઓને આંખો ઉપર મુકો. એક વાતનું ધ્યાન રાખશો કે આંખો ઉપર હાથ મુકતા સમયે પ્રકાશ બિલકુલ ન પડે. આવું દિવસમાં 3-4 વખત જરૂર કરો.
  • આંખ સ્વસ્થ રાખવા માટે આંબળાના પાણીથી આંખ ધુવો કે આંખમાં ગુલાબ જળ નાખો.
  • આંખોના દરેક જાતના રોગ જેમ કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવામાં રાત્રે 7-8 બદામ પલાળીને પાણીમાં ભેળવીને પીવો.
  • તાંબાના જગમાં એક લીટર પાણી ભરીને આખી રાત માટે મૂકી દો અને સવારે ઉઠીને તે પાણી પીવો. તાંબામાં રાખેલું પાણી ખાસ કરીને આંખોને ખુબ ફાયદો પહોચાડે છે.
  • કાનપટી ઉપર ગાયનું ઘી હળવા હાથથી રોજ મસાજ કરવાથી આંખોની રોશની વધે છે.
  • આંખોની દ્રષ્ટિ વધારવા માટે આંબળાનો બનેલો મુરબ્બો દિવસમાં બે વખત ખાઓ. તેનાથી તમને ઘણી મદદ મળશે.
  • એક ચમચી વરીયાળી બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો તે રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો.
  • આધુનિક જીવનધોરણમાં અનિંદ્રાની તકલીફ ખુબ સામાન્ય છે. જો તમે ઊંઘ પૂરી નહી લઇ શકો તો તેની અસર તમારી આંખો ઉપર પણ પડે છે. જેના કારણે આંખોની નીચે કાળા ધાબા તો થશે જ સાથે જ આંખોની દ્રષ્ટિ પણ ઓછી થશે. એટલા માટે એક દિવસમાં 7-9 કલાક ની ઊંઘ ખુબ જરૂરી છે.
  • થોડી સેકન્ડ માટે ઘડિયાળની જેમ તમારી આંખોને ગોળ ફેરવો, અને પછી થોડી સેકંડ માટે વિરુદ્ધ દિશામાં ફેરવો અને તેને ચાર કે પાંચ વખત દોહરાવો.
  • ચશ્માના નંબર ઓછા કરવાં માટે સવારના સમયે ઉઠીને કોગળા કર્યા વિના મોઢાની લાળ પોતાની આંખોમાં કાજળની જેમ લગાવો. સતત 6 મહિના કરતા રહેવાથી ચશ્માના નંબર ઓછા થઇ જાય છે.

 48 ,  1