દવા મળે એવી હોસ્પિટલની જરૂર છે..! ‘હોટલ’ નહીં..’ મોદી સરકારને માર્યો ટોણો

790 કરોડની વર્લ્ડક્લાસ હોટલ મુદ્દે ધાનાણીએ કર્યું ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર રેલવે સ્ટેશન પર 790 કરોડની બનાવેલી ફાઈવ સ્ટાર હોટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના છે. બીજી બાજુ આ અંગે કોંગ્રેસના વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક ટ્વીટ કર્યું છે જેને લઈને સમ્રગ રાજ્યમાં ચર્ચા જગાવી છે.

ધાનાણીએ ટ્વિટ કરીન લખ્યું છે કે, દવા આપો, દારૂ નહીં. સાહેબ, અમને દવા જીવાડશે કે દારૂ? ગાંધી અને સરદારના ગુજરાતને દારૂ મળે એવી હોટલ જરૂર નથી પણ દવા મળે એવી હોસ્પિટલની જરૂર છે.

નોંધનીય છે કે, ગાંધીનગરની રાજ્ય સરકારની માલિકીની હોટલ લીલામાં દારૂની પરમીટના ધાનાણીનું ટ્વિટ ખૂબ જ ચર્ચા જગાવી રહ્યું છે. આ હોટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વર્ચ્યુઅલી ઉદઘાટન કરવાના છે. જેને પગલે મોદી સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ઉદઘાટન માટે શુક્રવારે સવારે જ ગાંધીનગર આવી પહોંચ્યા હતા. સાયન્સ સિટીમાં એક્વિટિક્સ અને રોબોટ્કિસ ગેલેરી, નેચર પાર્કનું પણ ઉદ્ધાટન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

 92 ,  1