Video : હિંમતનગરમાં કરિયાણાની દુકાનમાં ભીષણ આગ, સામાન બળીને ખાખ

JCB વડે દુકાનના શટર તોડી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

હિંમતનગરના નવા બજાર વિસ્તારમાં આજે વહેલી સવારે અચાનક કરિયાણાની દુકાનમાં આગ ફાટી નીકળી હતી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરાઈ હતી. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ આગને કાબૂમાં મેળવવા માટે ત્રણ ફાયર ફાયટરનો ઉપયોગ કરાયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. બીજી બાજુ આગ લાગવાનું કારણ હજું અકબંધ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે હિંમતનગર નવા બજાર વિસ્તારમાં ઉમિયા કિરાણા સ્ટોર્સમાં વહેલી સવારે કરિયાણાની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ્વાળાઓ આખી દુકાનમાં પ્રસરી ઉઠી હતી અને દુકાનમાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જેસીબી વડે દુકાનના શટર તોડી આગ પર કાબુ મેળવાયો હતો.

નોંધનીય છે કે, બે માળની ઉમિયા કિરાણા સ્ટોર્સમાં આગ એટલી વિકરાળ બની હતી કે જેસીબી વડે દુકાનના શટરને તોડવામાં આવ્યું હતું અને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યું નથી પરતું આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથિમક તારણ સામે આવ્યું છે.

રિપોર્ટર – વિમલ પટેલ, હિંમત નગર

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી