એ.જે. પટેલ સૌથી ઘનવાન ઉમેદવાર

ગુજરાતમાં 26 બેઠકો માટેના ઉમેદવારો પસંદ થયા અને ઉમેદવારી પત્રો પણ ભરાઈ ગયા છે. મિલકતો અંગે તેમણે કરેલી એફિડેવિટ દર્શાવે છે કે કોંગ્રેસના મહેસાણા બેઠકના ઉમેદવાર એ.જે. પટેલ 69.09 કરોડની મિલકત ધરાવે છે. બીજા નંબરે ભાજપના નવસારીના સી. આર. પાટીલ 44.06 કરોડની મિલકત જાહેર કરી છે. ત્રીજા નંબરે ભાજપના મહેસાણાના ઉમેદવાર શારદાબેન પટેલ 44.03 કરોડના માલિક છે.

જ્યારે જામનગર બેઠકના ભાજપના પૂનમ માંડમ 42.73 કરોડની સંપતિ ધરાવે છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 38.73 કરોડની મિલકત ઘરાવે છે. તેઓ ગાંધીનગર બેઠક પરથી લડી રહ્યા છે.

બીજા નંબરે ભાજપના નવસારીના સી. આર. પાટીલ 44.06 કરોડની મિલકત જાહેર કરી છે. ત્રીજા નંબરે ભાજપના મહેસાણાના ઉમેદવાર શારદાબેન પટેલ 44.03 કરોડના માલિક છે. જ્યારે જામનગર બેઠકના ભાજપના પૂનમ માંડમ 42.73 કરોડની સંપતિ ધરાવે છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 38.73 કરોડની મિલકત ઘરાવે છે. તેઓ ગાંધીનગર બેઠક પરથી લડી રહ્યા છે.

જયારે સૌથી ઓછી સંપતિ ધરાવનારાઓમાં ભાજપના કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા પાસે 24.94 લાખની સંપતિ છે. કોંગ્રેસના શેરખાન પઠાણ (ભરૂચના ઉમેદવાર) 33.44 લાખની મિલકત ધરાવે છે. સરેરાશ સંપતિ જોતા ભાજપના ઉમેદવારો 11.15 કરોડની સંપતિ ધરાવે છે. જયારે કોંગ્રેસના ઉમેદવારો સરેરાશ 8.48 કરોડની મિલકતો ધરાવે છે.

 43 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર