હાથ નથી, પગ નથી…! છતાં ચલાવી ગાડી

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા થયા ગદગદ, આપી દીધી જોબની ઑફર

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા દિલ્હીના એક વ્યક્તિને જોઈને ચોંકી ઉઠ્યા હતા. જેણે પોતાની વિકલાંગતાને એક સમસ્યા ન બનવા દીધી. હાથ-પગથી વિકલાંગ થયા બાદ, તે વ્યક્તિને એક મોડિફાઈડ વાહન ચલાવતા જોવામાં આવ્યો હતો. હાલ આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં આ દિવ્યાંગ વ્યક્તિને એક વ્યક્તિના સવાલોના જવાબ આપતો જોઈ શકાય છે. શખ્સે પોતાના મોડિફાઈડ વાહન વિશે જણાવ્યું કે તેમાં એક સ્કૂટીનું એન્જિન છે. જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો છે તેના કહેવા પર તેણે એમ પણ દર્શાવ્યું કે કઈ રીતે તે વાહન ચલાવી રહ્યો છે.

ગાડી ચલાવતા વ્યક્તિએ વીડિયોમાં કહ્યું, “મારી એક પત્ની, બે નાના બાળકો અને એક વૃદ્ધ પિતા છે. માટે હું કામ કરવા માટે બહાર આવું છું.” તેણે ખુલાસો કર્યો કે તે પાંચ વર્ષથી પોતાનું આ વાહન ચલાવી રહ્યો છે.

ટ્વીટર પર વીડિયો શેર કરતા. આનંદ મહિન્દ્રાએ લખ્યું, “આજે મને આ મારી ટાઈમ લાઈન પર મળ્યું. એ નથી જાણતો કે આ કેટલું જુનું છે અને ક્યાંનું છે. પરંતુ હું આ સજ્જનથી ચકિત છું. જેણે ન ફક્ત પોતાની અક્ષમતાઓનો સામનો કર્યો છે. પરંતુ તેની પાસે જે પણ કંઈ છે તેના માટે આભારી છે. રામ, શું @Mahindralog_MLL તેમને બિઝનેસ એસોસિએટ બનાવી શકે છે? “


આનંદ મહિન્દ્રા દ્વારા શેર કર્યા બાદ આ વીડિયોને ટ્વીટર પર 4 લાખથી વધુ વખત જોઈ લેવામાં આવ્યો છે. જોકે આ વીડિયો પાછલા થોડા અઠવાડિયાથી ઈન્ટરનેટ પર ફરી રહ્યો છે. કમેન્ટ બોક્સમાં, એક ટ્વીટર યુઝરે કહ્યું કે તેણે સાઉથ દિલ્હીના મહરૌલી વિસ્તારની આસપાસ આ વ્યક્તિને જોયો હતો. જણાવી દઈએ કે જાન્યુઆરીમાં, મહિન્દ્રા લોજિસ્ટિક્સે છ શહેરોમાં ઈલેક્ટ્રિક લાસ્ટ-માઈલ ડિલિવરી સેવા શરૂ કરી.

 102 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી