સિદ્ધપુરમાં એક સાથે 13 જેટલા ભ્રૂણ મળી આવતા ખળભળાટ

 તાવડીયા ગામના નેરીયામાંથી 13 જેટલી બોટલોમાંથી મળી આવ્યા ભ્રૂણ

પાટણના સિદ્ધપુર તાલુકાના તાવડીયા ગામમાંથી મોટી સંખ્યામાં ભ્રૂણ મળી આવ્યા હતા. એક સાથે 13 જેટલા ભ્રૂણ મળી આવતા ગામમાં ચકચાર મચી હતી. ગામના બાળકો જ્યારે રમતા હતા ત્યારે તેમનું ધ્યાન ગયું અને પ્લાસ્ટિકની બોટલમાં 13 જેટલા ભ્રૂણ મળી આવ્યા હતા.

 સિધ્ધપુરથી તાવડીયા વાધણા જવાના માર્ગ પર કોઈ ગાયનેક તબીબ દ્વારા 13 જેટલી બરણીઓમાં માનવ ભૃણના અવશેષો મળતાં ચકચાર મચી છે. પ્લાસ્ટીકની બોટલોમાં પ્રસુતીગૃહ કે હોસ્પિટલમાં ડિસ્પ્લેમાં મુકવાના અવશેષોને સરકારના નિયમો મુજબ ડિસપોઝ કરવાના બદલે આ બરણીઓને ખૂલ્લામાં ફેકવાના કારણે ચકચાર મચી જવા પામી છે. તાજેતરમાં મહીસાગરના સંતરામપુરમાં ધોળે દિવસે ગેરકાયદેસર ગર્ભપાતના વીડિયો વાયરલ થયા બાદ સિદ્ધપુરમાંથી ભૃણ મળી આવતા ચકચાર વ્યાપી છે. આ ભૃણ હત્યા છે કે પછી કોઈ હૉસ્પિટલનો વેસ્ટ છે તે અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

આ ઘટના અંગે ગ્રામ પંચાયતના સદસ્ય અલ્પેશ ઠાકોરે કાકોશી પોલીસ મથકે તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતાં આરોગ્ય વિભાગ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને માનવઅંગો કબજે લઇ એફએસએલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.

 75 ,  1