September 18, 2021
September 18, 2021

ભાજપના ધારાસભ્યની કાર્યશૈલીથી નારાજ લોકો મોટી સંખ્યામાં આપ પાર્ટીમાં જોડાયા

વેજલપુરમાં આગામી ચૂંટણીમાં મોટી ઉથલ-પાથલ મચી શકે છે

અમદાવાદ શહેરના વેજલપુર વિધાનસભામાં સામાન્ય પ્રજા પ્રાથમિક સુવિધા સહિત અન્ય પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વેજલપુરના વિવિધ વિસ્તારોમાં ગંદકી, રોડ-રસ્તા સહિત અન્ય પરેશાની મામલે ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણને વારંવાર રજુવાત કરવા છતાં ધારાસભ્ય આ વિસ્તારના વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આંખ આડા કાન કરતા હોય તેવું આ વિસ્તારના લોકોનું માનવું છે.

ધારાસભ્ય કિશોર ચૌહાણઆ વિસ્તારના લોકોના પ્રશ્નનું નિરાકરણ કરવામાં સદંતર નિષ્ફળ રહેવાના પગલે આજરોજ આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેના લીધે આવનાર ૨૦૨૨ના વિધાનસભાની ચુંટણીમાં આ વિસ્તારમાં મોટી ભાજપ માટે ઉથલ-પાથલ થશે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

 112 ,  1