થોડી રાહત : સિનેમાઘરો- મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશિયમને લઈને મહત્વનો નિર્ણય

એક વર્ષ ના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી

કોરોના મહામારીએ એક તરફ છેલ્લા ઘણા સમયથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે .તો બીજી તરફ ધંધા રોજગારોને પણ માઠી અસર પહોંચી છે .આર્થિક પરિસ્થિતિ પણ લોકોની કથળી ગઈ છે ,એમાં ધંધો કરતા લોકોને માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે .રાજયના તમામ સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે .

મળતી માહિતી મુજબ ,મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કોરકમિટીની બેઠકમાં ગુજરાતમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ રાજ્યના સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

નોંધનીય છે કે ,ગુજરાત છેલ્લા કેટલાક સમયથી કેસોમાં સતત દિવસેને દિવસે ઘટાડો થઇ રહ્યો છે તેમજ એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.

 47 ,  2