ગુજરાતમાં હવે જીવંત પ્રસારણ દ્વારા જોઇ શકાશે ન્યાય પ્રક્રિયા

ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીનું યુ-ટયુબ પર લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકાશે

ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી હવે લાઇવ ટેલિકાસ્ટ યુટ્યુબ પર જોઇ શકાશે. કોર્ટમાં થતી સુનાવણીનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. વીડિયો કોન્ફરન્સથી જે સુનાવણી ચાલી રહી છે, તેનું યુટ્યુબ પર HCની આગવી ચેનલ પર સુનાવણી સાંભળવા મળશે.

આજથી શરૂ કરાયેલી યુ-ટ્યુબ પરની સ્ટ્રિંમિંગને સાડા ચાર હજાર લોકોએ લાઈવ નિહાળ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ દ્વારા યુ-ટ્યુબ પર કરવામાં આવેલું લાઈવ સ્ટ્રિમિંગ એ ભારતમાં પ્રથમ વાર થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટની લાઇ સ્ટ્રિમિંગ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ હતી. ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર પણ લિંક મુકવામાં આવી છે. કોર્ટની કાર્યવાહીની લાઇવ સ્ટ્રિમિંગ માટે તમે Youtube Channel પર જોઈ શકો છો.

હાલમાં કોરોના યુગમાં સુપ્રીમ કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી વર્ચુઅલ સુનાવણી ચાલી રહી છે. આ વર્ચુઅલ સુનાવણી દરમિયાન, ઘણા મહત્વપૂર્ણ કેસો પર ચર્ચા થઈ રહી છે અને નિર્ણય પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ વર્ચુઅલ સુનાવણીને લાંબા સમયથી જાહેર કરવાની માંગ ઉઠી રહી હતી.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વીડિયો કોન્ફરન્સથી થતી સુનાવણી દરમિયાન ઓપન કોર્ટ કન્સ્ટેપ્ટને લાગુ કરવામાં આવ્યો છે. જેથી જે વ્યક્તિને કેસની સુનાવણી જોવી હોય તે વીડિયો કોન્ફરન્સથી થતી કોર્ટની કાર્યવાહી લાઈવ યુટ્યુબ પર જોઈ શકશે. કોર્ટની વેબસાઈટ પર તેની લિંક આપવામાં આવી છે.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર