પેગાસસ જાસૂસી કાંડ મામલે આ દેશની સરકારનો મોટો નિર્ણય

ભારત સહિત વિશ્વના ઘણા દેશોને ધ્રુજાવી દેનાર પેગાસસ ફોન ટેપિંગ મામલો

ભારત સહિત વિશ્વના ઘણા દેશોને ધ્રુજાવી દેનાર પેગાસસ ફોન ટેપિંગ કેસમાં હવે ફ્રાન્સે તપાસ પંચ નીમું દીધું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફ્રાન્સમાં પેગાસસ મીડિયા જાસૂસી કેસની તપાસ શરુ કરાઈ છે.

આંતરરાષ્ટ્રીય મીડિયા કંપનીઓએ જે ખુલાસો કર્યો છે તેના જણાવ્યા પ્રમાણે પેગાસસ જાસૂસનો ઉપયોગ કરીને લગભગ 1000 ફ્રાન્સના લોકોને ટાર્ગેટ કરાયા હતા તેમાં 30 પત્રકાર સહિત બીજા પણ મીડિયાકર્મીઓ સામેલ છે.

સૂત્રો દ્રારા માહિતી મુજબ મોરક્કોની એજન્સી દ્વારા પેગાસસ દ્વારા લગભગ 1000 ફ્રાન્સના લોકોને ફોન ટેપ કરાયા હતા જેમાં 30 પત્રકાર સહિત બીજા પણ મીડિયાકર્મીઓ સામેલ છે. સ્થાનિક મીડિયા અનુસાર આ તપાસમાં જે કંપની લાગી છે તેની સાથે જોડાયેલા એક પત્રકારનો પણ ફોન હેક કરાયો હતો. ઇઝરાયેલની કંપની NSOએ પેગાસસને વિકસીત કર્યા પછી વિવિધ દેશોની સરકારોને વેચવાનુ શરુ કર્યુ.

નોંધનીય છે કે, પેગાસસ જાસૂસી વિવાદના કારણે ભારત સહિત અનેક દેશોમાં બબાલ શરૂ છે. ભારતમાં આશરે 40થી વધુ પત્રકારો, રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અન્ય લોકોના ફોન હેક થયાના અહેવાલ સામે આવ્યા છે. બીજી બાજુ મીડિયા રિપોર્ટ પ્રમાણે વિપક્ષે સંસદના બને ગૃહમાં મોદી સરકાર પર આ મુદ્દે નિશાન સાધ્યું છે. સંસદના સતત આ મામલે હોબાળો થતો રહ્યો જેને પગલે સંસદની કાર્યવાહી ઠપ કરવામાં આવી હતી. જોકે, સામે સરકાર સ્પષ્ટ કહ્યું હતું કે, કોઈ જાસૂસીમાં સામેલ નથી આ આરોપ માત્ર છબી બગાડવા માટે લગાવામાં આવી રહ્યા છે.

 16 ,  1