September 18, 2020
September 18, 2020

એરટેલ અને વોડાફોનને મોટો ઝટકો, બંને કંપનીના યુઝર્સ ઘટ્યા જિયોને થયો ફાયદો

ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાને યુઝર્સ માટે એપ્રિલ મહિનામાં ઘણું નુકસાન થયું છે. એરટેલના લગભગ 52.6 લાખ યુઝર્સ ઘટ્યા છે અને વોડાફોનના 45.1 લાખ યુઝર્સ ઓછાં થયા છે. આ રીતે બંને કંપનીઓના લગભગ 1 કરોડ જેટલા યુઝર્સ ઘટ્યા છે. જ્યારે આ દરમિયાન રિલાયન્સ જિયોને ફાયદો થયો છે અને તેના યુઝર્સ વધ્યા છે.

માર્કેટ લીડર રિલાયન્સ જિયોએ આ દરમિયાન માર્કેટની ખરાબ હાલત હોવા છતાં 15.7 લાખ નવા યુઝર્સ મળ્યાં છે. જોકે, માર્ચ 2020માં જિયોને લગભગ 47 લાખ નવા યુઝર્સ મળ્યા હતા. જેની સરખામણીમાં આ આંકડો ઓછો છે. પરંતુ બાકી કંપનીઓ કરતાં જિયો સારું પર્ફોમ કરી રહી છે. બાકી કંપનીઓની જેમ જિયોના યુઝરબેસને નુકસાન પહોંચ્યું નથી.

ટ્રાઈએ નવા યુઝર્સથી જોડાયેલા આંકડા શેર કર્યાં છે. હકીકતમાં એપ્રિલ 2020માં લોકડાઉનને કારણે અનેક યુઝર્સના મોબાઈલ કનેક્શન બંધ કરવા પડ્યા હતા. આ યુઝર્સમાં પ્રવાસી મજૂરો અને બાકીના ઘણાં યુઝર્સ સામેલ હતા. ટેલિકોમ રેગ્યુલેટરે કહ્યું છે કે, એપ્રિલમાં નવા ભારતીય ટેલિકોમ યુઝર્સમાં 80થી વધુનો વધારો થયો છે અને એ પછી પણ નવા યુઝર્સ સતત વધતા જઈ રહ્યાં છે.એરટેલ અને વોડાફોનના યુઝર્સ 32.2 કરોડથી ઘટીને 31.4 કરોડ રહી ગયા છે. જ્યારે જિયોનો એપ્રિલમાં યુઝરબેસ વધ્યો છે અને ગ્રોથ બાદ 38.9 કરોડ થયો છે. જોકે, માર્કેટની હાલની સ્થિતિને જોતા એવું માનવામાં આવે છે કે ટેરિફ ર્લાન મોંઘા થઈ શકે છે. નોંધનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ બધી કંપનીઓના ટેરિફ પ્લાન મોંઘા થયા હતા. 

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર