કોલસાની ખાણમાં આગ લાગવાથી 52 લોકો જીવતા ભડથું

રશિયાના સાઈબેરિયામાં મોટી દુર્ઘટના

રશિયાના સાઇબેરિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્યાંના કેમેરોવો ક્ષેત્રની કોલસાની ખાણમાં લાગેલી આગમાં 52 લોકો જીવતા ભડથું થયા છે. જેમાં છ તો બચાવદળના બચાવકર્તા સહિત. આ ઘટના ગુરુવારે બની હતી. પાંચ વર્ષની અંદર બનેલી આ ઘટનાને દેશની સૌથી ભયંકર ખાણ દુર્ઘટના હોવાનું માનવામાં આવે છે.

રશિયન ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લિસ્ટવ્યાઝ્નાયા(Listvyazhnaya mine) ખાણમાં કોઈ પણ જીવિતને બચાવવાની કોઈ તક જ મળી નહી. હજુ પણ ઘણા મૃતદેહો અંદર છે, તેમને બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ પુતિને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે કોલસાની ખાણમાં ધુમાડાને કારણે વેન્ટીલેશનમાં શ્વાસમાં પણ તકલીફના કારણે 11 ખનીકોના મોત નિપજ્યા હતા. જે 250 મીટરની ઉંડાઈ પરકાર્ય કરી રહ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે 38 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે અને 13 અન્ય લોકોને દાખલ કર્યા વિના સારવાર આપવામાં આવી છે. દુર્ઘટના સમયે ભૂગર્ભમાં 285 લોકો કામ કરી રહ્યા હતા અને તેમાંથી મોટાભાગનાને ખાણમાંથી વહેલા બહાર કાઢવામાં આવ્યા હતા.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી