September 22, 2020
September 22, 2020

વડોદરામાં મોટી દુર્ઘટના ટળી, કર્ણાવતી એક્સપ્રેસના ડબ્બા છુટ્ટા પડ્યા : Video

માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા, બાકીના છુટ્ટા પડ્યા

વડોદરામાં એક મોટી દુર્ઘટના થતાં ટળી છે. એમદાવાદથી મુંબઇ જતી કર્ણાવટી ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટા પડ્યા, માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા હતા. મુસાફરોએ હોબાળો મચાવતા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે સદ્ નસીબે ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુર્ઘટના થતાં ટળી છે. જો ટ્રેનની ગતિ વધારે હોત તો દુર્ધટના સર્જાઇ શકત.

વડોદરા રેલવે સ્ટેશન પાસે આજે સવારે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના થઇ હતી. અમદાવાદથી મુંબઇ જતી કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડી ગયા હતા. માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા હતા. બાકીના છુટ્ટા પડી ગયા હતા. જેથી મુસાફરોએ હોબાળો મચાવતા અધિકારીઓ દોડી ગયા હતા. ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના ટળી હતી. એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 93 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર